20 એપ્રિલ, 2013

 

દુલા ભાયા કાગ

   પ્રથમ તસ્વીર ખુબજ પ્રસિદ્ધ, બીજી તસ્વીર ખુબજ દુર્લભ   
જન્મની વિગત:- ૨૫-૧૧ - ૧૯૦૨
મજાદર:-(તા. મહુવા, જિ.ભાવનગર
)
મૃત્યુની વિગત :- ૨૨-૦૨ - ૧૯૭૭
હુલામણું નામ :- કાગ બાપુ
નાગરીકતા:- ભારતીય
અભ્યાસ:- પાંચ ધોરણ
વતન:- ભારત
ધર્મ:- હિન્દુ
                                   

 ભારતવર્ષ ની ઓળખાણ તેના ચારિત્ર્ય અને સંસ્કાર ના પાયા પર થઇ છે, અને ભવિષ્યમાં પણ થતીજ રહેશે, એવા સંસ્કારો ના કાવ્યો વીરતા ના કાવ્યો અને માત્રુ શક્તિ ને બિરદાવતા કાવ્યો નો ખજાનો અને ઘણા બધા રાષ્ટ્રીયતા ની ભાવના વધારતા કાવ્યો નો ખજાનો લઇ ને પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ (ભગતબાપુ) એ આખી માનવજાત ની જે સેવા કરી છે

"એને કેમ વિસરિયે કાગડા!" 

રચનાઓ

જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે.
 1. કાવ્યગ્રંથઃ 
  કાગવાણીઃ ભાગ ૧ (૧૯૩૫), (૧૯૩૮), (૧૯૫૦), 
                       (૧૯૫૬), (૧૯૫૮), (૧૯૫૮), (૧૯૬૪)
 2. વિનોબાબાવની’ (૧૯૫૮)
 3. તો ઘર જાશે, જાશે ધરમ’ (૧૯૫૯),
 4. શક્તિચાલીસા’ (૧૯૬૦)
 5. ગુરુમહિમા’
 6. ચન્દ્રબાવની’
 7. સોરઠબાવની’ 

     આભાર સહ:- gu.wikipedia.org

  થોડીક કાગબાપુ ની અમર રચનાઓ નો કાવ્ય રસાસ્વાદ માટે અત્રે રજુ કરતા આનંદ થાય છે

  મોઢે બોલુ 'મા'

  મોઢે બોલુ 'માં', સાચેંય નાનપ સાંભરે;
  (ત્યારે) મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !
  અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
  તેનો કીધેલ ત્યાગ, (તેથી) કાળજ સળગે,કાગડા !
  ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
  (પણ) મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !
  મળી ન હરને મા, (તેથી) મહેશ્વર જો પશુ થયા;
  પણ જાયો ઇ જસોદા, (પછી) કાન કેવાણો, કાગડા !
  મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
  જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !
  જનની કેરુ જોર, રાઘવને રે'તુ સદા;
  (તેથી) માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

  -જયરાજભાઈ રવુભાઇ ખવડ 

3 ટિપ્પણીઓ:

 1. पद्मश्री दुला भाया काग (भगत बापु)नी 40 मी पुण्यतिथी
  काग बापुना स्वर मां अप्राप्य 30 जेटला MP3 ऑडियो
  http://www.charanisahity.in/2017/03/kagbapu-ni-40-mi-punyatithi.html

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. જય માતાજી કવીરાજ..

   આમજ ગમેલા કામ ને જણાવતા રહેશો

   કાઢી નાખો
 2. જય માતાજી કવીરાજ..

  આમજ ગમેલા કામ ને જણાવતા રહેશો...

  જવાબ આપોકાઢી નાખો